હીરા અને રત્નોની ચમક: આભૂષણોમાં 238.2 કેરેટ હીરા ઉપરાંત નીલમ, માણેક, પન્ના અને પીળા પુખરાજ જેવા રત્નો જડવામાં આવ્યા છે. ખાસ કરીને શ્રીવત્સમ પદકમાં જડેલા રત્નોનું કુલ વજન 2,427 કેરેટ હોવાનું જણાવાયું છે.
અર્પણ કરાયેલા મુખ્ય આભૂષણો અને વસ્તુઓની વિગત
જૈન દંપતી દ્વારા અર્પણ કરાયેલા સંગ્રહમાં પૌરાણિક અને પરંપરાગત શિલ્પકળા ધરાવતા અનેક આભૂષણો સામેલ છે.
1. ભગવાન વેંકટેશ્વરના આભૂષણ 106 કિલોગ્રામ સોનું
2. માતા પદ્માવતીનું સોનાનું વસ્ત્ર 15 કિલોગ્રામ સોનું (સોનાના તારથી વણેલું)
3 સોનાની ચરણ પાદુકા 3 જોડી
4. સોનાની પાયલ 3 જોડી
5. નાગાભરણ પાયલ 4 જોડી
6. પાંચ લડીવાળા કંઠી હાર 5 જોડી
7. ભુજકીર્તિ, કર્ણપત્ર અને ભવલી દરેક 3
8. શાલિગ્રામ હાર અને કમળ શૈલીના શાલિગ્રામ દરેક ૩
9. સોનાનો મુકુટ
10.કમરબંદ અને કમર ચેન, સાદો સુવર્ણ કમરબંદ, નાગાભરણ કમરબંદ અને કમર ચેન
11.હાર અને માળા, તુલસીપત્ર હાર, ચોરસ લક્ષ્મી હાર, અશ્વત્થ પત્ર હાર, અર્ધચંદ્ર હાર, સોનાના સિક્કા અને અષ્ટોત્તર સિક્કાની માળા
12.અન્ય વિશેષ આભૂષણો સૂર્ય કટારી, કૌસ્તુભમ, શ્રીવત્સમ, વાઘના નખ આકારનું પેન્ડન્ટ, સોનાની હથેળી, કોણી, સુવર્ણ ગાય, વૈકુંઠ હસ્ત, કટી હસ્ત, યજ્ઞોપવીત, સોનાનો શંખ, ચક્ર કવચ અને મુખપટ્ટી
13. રત્નજડિત શ્રીવત્સમ પદક ૨,427 કેરેટ (નીલમ, માણેક, પન્ના, પીળા પુખરાજ)
14. હીરાજડિત આભૂષણો 238.2 કેરેટ
મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કર્યો આભાર
આ ઐતિહાસિક દાન બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વર્ધમાન જૈન અને રાધિકા જૈનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વરની મહિમા અપરંપાર છે અને સ્વામીને દરરોજ આશરે 120 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે.
મુખ્યમંત્રીએ ઇતિહાસને વાગોળતા વિજયનગરના સમ્રાટ શ્રીકૃષ્ણદેવરાય તેમજ પલ્લવ, ચેર, ચોલ, પાંડ્ય, મૈસુર અને મરાઠા શાસકો દ્વારા મંદિરને અપાયેલા યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે TTDની ભાવિ યોજનાઓ અંગે વાત કરતા 5,000 મંદિરોના નિર્માણમાં સહયોગ, દરેક મંદિરમાં અન્ન પ્રસાદમની વ્યવસ્થા અને વિદેશમાં પણ મંદિરો સ્થાપવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.