ઈજિપ્તઃ ગીઝામાં ભયાનક રોડ અકસ્માત સર્જાઓ છે.પેટ્રોલિયમ ટેન્કર પલટી જતાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટનામાં 31 લોકોનાં મોત થયા છે, જ્યારે 24 થી વધુ લોકો ઘાયલ થયા છે.આગની લપેટમાં આવતાં 27 વાહનો બળીને ખાખ થઈ ગયાં છે.
ઈજિપ્તના ગીઝા શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતે હાહાકાર મચાવી દીધો છે. કાહિરા, ગીઝા અને કલ્યુબિયા સાથે જોડતા વ્યસ્ત રિંગ રોડ પર પેટ્રોલિયમ ભરેલું ટેન્કર અચાનક પલટી જતાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી અને અનેક વાહનો તેની લપેટમાં આવી ગયાં હતાં. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે.
ક્યાં અને કેવી રીતે સર્જાઈ દુર્ઘટના ?
આ અકસ્માત ગીઝાના ઈમ્બાબા જિલ્લાના વર્રાક વિસ્તારમાં આવેલા રિંગ રોડ પર બની હતી.આ માર્ગ ગ્રેટર કાહિરાના મુખ્ય રાજમાર્ગોને જોડતો હોવાથી અહીં વાહનોની અવરજવર સતત રહે છે.

















