નવી દિલ્હી: CBI એ ઓડિશાના ભુવનેશ્વરમાં ત્રણ લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) ના બે અધિકારીની સોમવારે ધરપકડ કરી છે. એજન્સીના એક પ્રવક્તાએ આ જાણકારી આપી હતી.
CBI ના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે એજન્સીએ એક વેપારીની ફરિયાદ પર આ કાર્યવાહી કરી હતી. વેપારીએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓએ તેની કંપનીના ચાર વર્ષના ઓડિટની પ્રક્રિયા પૂરી કરવા માટે તેની પાસેથી ચાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીઓએ ફરિયાદીને 23 નવેમ્બરના રોજ લાંચની રકમ લઈને ઓફિસ આવવા માટે કહ્યું હતું. નિવેદન અનુસાર, CBI એ છટકું ગોઠવ્યું અને બંને અધિકારીને ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
















