ખેડા: ગુજરાતમાં બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર હથિયારોની ઘૂસણખોરી અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન ખેડા જિલ્લાની સેવાલીયા પોલીસને મોટી સફળતા મળી છે. મહિસાગર નદી નજીક આવેલી જૂની પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક ખાનગી લક્ઝરી બસમાંથી 4 દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી હથિયારો સહિત કુલ રૂ. 1.03 લાખનો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
સેવાલીયા પોલીસ મથકની ટીમ મહિસાગર નદી નજીક જૂની ચેકપોસ્ટ પાસે વાહનોનું સઘન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસને રોકીને મુસાફરોના સામાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલા એક શંકાસ્પદ શખ્સની હરકતો પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તેની બેગની તલાશી લેતા તેમાંથી 4 નંગ ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઝડપાયેલા આરોપીની ઓળખ અને મુદ્દામાલ

















