FACT CHECK: તહેવારો શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર અફવાઓ તીવ્ર બની છે. હાલમાં વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જાહેરાત કરી છે કે દિવાળી પહેલા નવી રૂ.10, 20 અને 50 ની નોટો પૂરતી માત્રામાં ઉપલબ્ધ નહીં થાય. જો કે, જ્યારે આ દાવાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે સંપૂર્ણપણે ખોટો હોવાનું જાણવા મળ્યું.

PIB ફેક્ટ ચેક સત્ય ઉજાગર કર્યું

સરકારની ફેક્ટ- ચેકિંગ શાખા, PIB ફેક્ટ ચેકે આ વાયરલ દાવાની તપાસ કરી અને સ્પષ્ટપણે કહ્યું કે તે ખોટો છે. PIB એ જણાવ્યું કે RBI એ નાના મૂલ્યની નોટોની ઉપલબ્ધતા અંગે આવી કોઈ જાહેરાત કરી નથી. આનો અર્થ એ થયો કે RBI ના નામે ફેલાવવામાં આવી રહેલી અફવાને RBI સાથે કોઈ લેવાદેવા નથી.

PIB એ પોતાની પોસ્ટમાં નકલી ચેતવણી પોસ્ટ કરીને લોકોને ચેતવણી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે દાવા કરવામાં આવી રહ્યાં છે કે આ દિવાળીમાં નવી રૂ.10, 20 અને 50 ની નોટોની ભારે અછત રહેશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.