ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ, રૂપિયા વગર કેટલાક સરકારી બાબુઓ કામ જ નથી કરતા 

જનતા ત્રાહિમામ, દરેક કામો માટે રૂપિયાની માંગ

ગુજરાત એસીબીની સરાહનીય કામગીરી 

અમદાવાદઃ એસીબીએ ગુનો દાખલ કર્યા પછી હવે આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરાઇ છે, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. એસીબી દ્વારા વર્ષ 2023થી શરૂ કરાયેલી તપાસમાં અનેક નવી બાબતો સામે આવી હતી. જેમાં કેતકી વ્યાસ પાસે કાયદેસરના પગાર કરતાં 68.84 ગણી વધુ એટલે કે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી હતી.