ગોંડલઃ શહેરમાં ફરીથી કાયદો અને વ્યવસ્થાને પડકારતો બનાવ સામે આવ્યો છે. વિક્ટરી ટોકીઝ પાછળ આવેલી ચુનારા શેરીમાં મહાવીર ટ્રેડર્સ નામની દુકાનમાં વેપારી ભરતસિંહ ડાભીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. વેપારીની હત્યા બાદ દુકાનમાંથી આશરે રૂ.3 લાખની રોકડ ભરેલો થેલો અને રૂ.20 હજારની કિંમતનું બાઈક ગુમ છે.
મળતી માહિતી મુજબ, ગોંડલના રામજી મંદિર સામે આવેલી અરુણ કોલોનીમાં રહેતા 63 વર્ષીય રણજીતસિંહ ડાભીના નાના ભાઈ ભરતસિંહ ડાભી ચુનારા શેરીમાં મહાવીર ટ્રેડર્સ નામે દુકાન ચલાવતા હતા.
27 નવેમ્બરની રાત્રે આશરે પોણા બાર વાગ્યે ભરતસિંહના મિત્ર વિજયભાઈ ચોલેરાનો રણજીતસિંહને ફોન આવ્યો હતો. ફોન પર ભરતસિંહની કોઈએ હત્યા કરી નાખી હોવાનું જણાવાતાં પરિવારજનો તાત્કાલિક દુકાને દોડી ગયા હતા.
દુકાનમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો મૃતદેહ

















