વલસાડ: જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે પારડી તાલુકામાં એક મોટું ઓપરેશન પાર પાડીને રહેણાંક મકાનમાં ચાલતા પ્રતિબંધિત નશીલી દવાઓના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ₹1.17 કરોડથી વધુની કિંમતનો જથ્થો કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરી છે.
બાતમીને આધારે બીના એપાર્ટમેન્ટમાં દરોડા
વલસાડ SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પારડી વિસ્તારમાં આવેલા 'બીના એપાર્ટમેન્ટ'ના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે નશીલી દવાઓનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે.આ બાતમીને આધારે પોલીસની ટીમે અહીં દરોડા કર્યા હતા.તપાસ દરમિયાન ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
₹1.17 કરોડનો મુદ્દામાલ અને આરોપીની ધરપકડ

















