અમદાવાદ અને ગાંધીનગર: 18 ∘ C
રાજકોટ: 18.6 ∘ C
ભાવનગર: 19 ∘ C
સુરત: 21.2 ∘ C
હવામાન વિભાગ (IMD)ની આગાહી
સૂકું હવામાન: 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના ઓછી છે.
દરિયાકાંઠાના પવનો: દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ શકે છે. માછીમારો માટે પવનની ઝડપ 30થી 40 કિ.મી - કલાકની ઝડપથી પવન ફુંકાઇ શકે છે.
દેશના અન્ય ભાગોની સ્થિતિ: 30 નવેમ્બર સુધી દક્ષિણ ભારતના રાજ્યો (કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા વગેરે)માં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતા છે, જ્યારે ઉત્તર ભારતમાં ઠંડી અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલનું અનુમાન
26 અને 27 નવેમ્બર આ દિવસોની આસપાસ ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે.
નવેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆત: નવેમ્બરના અંત સુધી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, જ્યારે ડિસેમ્બરની શરૂઆતમાં મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે.
10 ડિસેમ્બર બાદ અને 16-19 ડિસેમ્બર: 10 ડિસેમ્બર પછી હવામાનમાં ફેરફાર શક્ય છે. 16 ડિસેમ્બરની આસપાસ વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને 17, 18 તથા 19 ડિસેમ્બર દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.