સુરેન્દ્રનગર: ચોટીલા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝુરિયસ ઓડી (Audi) કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. હાઈવે પર આવેલા આપાગીગાના ઓટલા નજીક પ્રસાદ લેવા જઈ રહેલા એક પરિવારને બેફામ કારે અડફેટે લેતા બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એક પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કેવી રીતે બની દુર્ઘટના ?
પ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિવાર પોતાની કાર હાઈવેની સાઈડમાં પાર્ક કરીને આપાગીગાના ઓટલા પાસે પ્રસાદ લેવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન કાળ બનીને પૂરપાટ ઝડપે ધસી આવેલી ઓડી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ચાલીને જઈ રહેલા પરિવારના સભ્યોને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક કે પુરુષનો પગ કપાઈ ગયો

















