- બંને આરોપીઓ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના વતની
- બે દિવસ પહેલા પ્રવાસી તરીકે જૂનાગઢ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યાં હતા
જૂનાગઢ: સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એક શરમજનક ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલા સક્કરબાગ ઝૂમાં વાઘના પાંજરા સામે પ્રવાસીઓનું એક મોટું ટોળું વન્યજીવ નિહાળી રહ્યું હતું, તે દરમિયાન રાજકોટના બે પ્રવાસીઓ દ્વારા પાંજરામાં ઉભા વાઘના મોઢા પર ગમછો નાખીને તેને ગંભીર રીતે હેરાન કરવામાં આવ્યો હતો.













