- ધોરણ-12માં મેળવ્યાં હતા 85 ટકા
- પિતા સુરતમાં ક્રિમિનલ વકીલ છે
- માતા-પિતા ૩ વર્ષથી અલગ રહેતા હતા
અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને 17 વર્ષના તેજસ્વી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરણ-12માં 85 ટકા લાવનાર અને NEETની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીના આ પગલાંથી પરિવાર સ્તબ્ધ છે. સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.













