- એસીબીનું વધુ એક સફળ છટકું
- જમીન દસ્તાવેજની નોંધ પાડવા લીધી હતી લાંચ
- ATVT શાખાનો ક્લાર્ક સુરપાલસિંહ ઝાલા લાંચ લેતા ટ્રેપમાં ફસાયો
ગોધરાઃ પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા મામલતદાર કચેરીની એટીવીટી શાખામાં ફરજ બજાવતો ક્લાર્ક સુરપાલસિંહ ભુરસિંહ ઝાલા જમીનના દસ્તાવેજ બાદ નોંધ પાડી આપવાના અવેજ પેટે રૂ. 25,000ની લાંચ લેતા મહિસાગર એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાયો હતો.
એક જાગૃત નાગરિકના અસીલે જમીન વેચાણ રાખી હોવાથી તેનો વેચાણ દસ્તાવેજ થયા બાદ જમીનમાં નામ દાખલ કરવા માટે જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે અસીલ વતી અરજી કરવામાં આવી હતી. આ અરજી પર જરૂરી કાર્યવાહી કરી જમીનની નોંધ પાડી આપવા માટે ATVT શાખાના ક્લાર્ક સુરપાલસિંહ ઝાલાએ રૂ. 25,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનેે આધારે તારીખ 05-09-2026ના રોજ મામલતદાર કચેરી, જાંબુઘોડા ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી સુરપાલસિંહ ઝાલાએ ફરિયાદી સાથે વાતચીત કરીરૂ. 25,000 ની લાંચની રકમ સ્થળ પર જ સ્વીકારતા ACB ની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.














