અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધીમી શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત, છેલ્લા 24 કલાકમાં 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ભિલોડામાં 2.9 ઇંચ, સતલાસણામાં 2.8 ઇંચ અને ધનસુરામાં 2.6 ઇંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ અને મેઘરજમાં વરસાદ પડ્યો હતો. ખેડા જિલ્લામાં ચોમાસાનું આગમન થયું છે, ગળતેશ્વરમાં 2.2 ઇંચ અને કપડવંજમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. દહેગામ શહેર અને આસપાસના ગામોમાં મોડી રાત્રે હળવો વરસાદ શરૂ થયો હતો.
વરસાદથી ખેડૂતોના ચહેરા પર સ્મિત આવી ગયું
ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી હવામાનમાં ઠંડક તો આવી જ છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર પણ સ્મિત ફરી વળ્યું છે. ખરીફ પાક વાવવાની રાહ જોતા ખેડૂતો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે.
ગરમીથી રાહત, તાપમાનમાં ઘટાડો
છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમીથી પરેશાન લોકો આ વરસાદને કારણે નોંધપાત્ર રાહત અનુભવી રહ્યાં છે. વહેલી સવારે ઠંડો પવન અને ખુશનુમા હવામાનને કારણે લોકોના ચહેરા પર સ્મિત સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.
આજે પણ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 18 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, મહેસાણા અને ભરૂચ સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં કરી છે. આગામી થોડા દિવસો સુધી હવામાનની સ્થિતિ આવી જ રહેવાની શક્યતા છે. દિવસ વાદળછાયું રહેશે, અને હળવાથી મધ્યમ વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
આ પણ વાંચો
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ

અમદાવાદીઓને દિવાળીની ભેટ:SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં


અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ

અમદાવાદીઓને દિવાળીની ભેટ: SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ









