રાધનપુર: ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. ભૂતકાળમાં કિંજલ રબારી અને અશોક ચૌધરીએ પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ સામાજિક દબાણ આવતા બંને પોતાની મરજીથી છૂટા પડ્યા હોવાના સમાચાર સામે આવ્યાં હતા. આ બાદ મામલો કોર્ટે ચડ્યો હતો. તાજેતરમાં જ 15 જૂનના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં આ કેસની મુદ્દત દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને અશોક ચૌધરી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મુદ્દો ફરી ગરમાયો, કોર્ટ બહાર અશોક ચૌધરી પર જીવલેણ હુમલાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, 15 જૂનના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસની મુદ્દત હતી. અશોક ચૌધરી કોર્ટની કાર્યવાહી અને મુદ્દત પૂર્ણ કરીને પોતાની ગાડીમાં પરત ફરી રહ્યાં હતા, ત્યારે અચાનક ચાર અજાણ્યા શખ્સોએ તેમની ગાડીને ઘેરી લીધી હતી. આ હુમલાખોરોના હાથમાં તીક્ષ્ણ હથિયારો હતા અને તેમણે અશોક ચૌધરી પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અશોક ચૌધરી આ હુમલામાંથી આબાદ બચી ગયા હતા.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, કિંજલ રબારીના પરિવારજનો દ્વારા અશોક ચૌધરી પર કિંજલ સાથે કાયદાકીય રીતે છૂટાછેડા લેવા અને ડિવોર્સના કાગળો પર સહી કરવા માટે અવારનવાર ભારે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહી કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ કારણે જ મામલો વધુ ગરમાયો છે.
કોર્ટ પરિષરની બહાર જીવલેણ હુમલાના પ્રયાસ બાદ અશોક ચૌધરી તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

અમદાવાદ ન્યૂઝઃ ઔડાને જમીન હરાજીમાંથી થઈ રૂ. 900 કરોડ આવક, રિઝર્વ પ્રાઇસ કરતાં આશરે 49 ટકા વધુ કિંમત મળી


ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો









