ગૌશાળા નજીક કાળમુખો અકસ્માત નડ્યો
મોત બાદ અંતિમ રીલ વાયરલ થઈ
ઇન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઇબર્સ હતા
વાવ- થરાદ: બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે લોકપ્રિયતા મેળવનાર જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કોમેડિયન ચંદન રાઠોડનું ભાભર નજીક ગૌશાળા પાસે સર્જાયેલા બાઈક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. લાખો લોકોને પોતાના હાસ્યરસથી ડોલાવનાર આ યુવા કલાકારના આકસ્મિક નિધનથી સમગ્ર પંથક સહિત ડિજિટલ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.













