દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા, વિપુલભાઇ કરશનભાઇ સિંધવ, અરૂણભાઇ મહેન્દ્રભાઇ કોઠારી, દલસુખભાઇ કરશનભાઇ સિંધવ, વિજયભાઇ ગોવિંદભાઈ દેત્રોજા તથા નાથુભા કાનાભા રાઠોડ (મકાનમાલિક)ની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ, નોટબુક, વાઈ-ફાઈ ઉપકરણો, ચાર્જર અને રોકડ રકમ મળીને કુલ રૂ. 3,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. બી.સી. મિયાત્રા તથા તેમની ટીમ (પી.સી. સરતેજા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અતુલભાઇ ડાભી, વકારભાઈ અરબ, ફતેસંગ પરમાર, દિલીપસિહ સિંધવ અને ડ્રાઈવર ગોવીંદભાઇ રબારી) દ્વારા ખાનગી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.
આ જુગારધામમાં કપાત કરાવતા જતીન, લાલો, નિતેશ, MNT, અજય, D.R., C.C, આકાશ (બે અલગ વ્યક્તિઓ), ચિરાગ, K.P., સુરેશ, સની, મિતલ, સ્વેતાંશુ અને પ્રશાંત નામના 16 બ્રોકરો, સંજયસિંહ રાઠોડ (પોલીસ કર્મચારી) તેમજ પકડાયેલા 6 આરોપીઓ મળીને કુલ 23 જણા સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ દ્વારા નાણાંકીય વ્યવહારોનું પગેરું મેળવવા માટે ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવશે.