પોરબંદર: જિલ્લાના ધરમપુર ગામ પાસે ભારતીય નૌસેનાનું એક અનાર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) એટલે કે માનવરહિત ડ્રોન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ધરમપુર નજીક આવેલા નેસ વિસ્તારમાં આ પ્લેન તૂટી પડતાં સ્થાનિક લોકોમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઇ નથી.
ગુજરાત
પોરબંદરના ધરમપુર નજીક નેવીનું UAV ક્રેશ: મોટી જાનહાનિ ટળી, તપાસ શરૂ
પોરબંદર: જિલ્લાના ધરમપુર ગામ પાસે ભારતીય નૌસેનાનું એક અનાર્મ્ડ અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) એટલે કે માનવરહિત ડ્રોન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ધરમપુર નજીક આવેલા નેસ વિસ્તારમાં આ પ્લેન તૂટી પડતાં

ઘટનાની ગંભીરતાને જોતાં જ ભારતીય નૌસેનાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે સેના અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને કાટમાળ હટાવવાની સાથે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક વિગત મુજબ, ક્રેશ થયેલું ડ્રોન સંપૂર્ણપણે હથિયાર વગરનું હતું, જે સામાન્ય રીતે દેખરેખ અને સર્વેલન્સના કામમાં વપરાય છે. આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીના કારણે થયો છે, ખરાબ હવામાનને લીધે કે પછી અન્ય કોઈ ટેકનિકલ કારણ જવાબદાર છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.
નૌસેનાના અધિકારીઓ દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિગતવાર તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું સાચું અને ચોક્કસ કારણ જાણી શકાશે.
આ પણ વાંચો
ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત
અમદાવાદ ન્યૂઝઃ ઔડાને જમીન હરાજીમાંથી થઈ રૂ. 900 કરોડ આવક, રિઝર્વ પ્રાઇસ કરતાં આશરે 49 ટકા વધુ કિંમત મળી


ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ગુજરાત
PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

ગુજરાત
અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

ગુજરાત








