- અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ
- સ્થાનિકોએ ટેન્કર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો
- બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ
વિસનગરઃ કાંસા ચોકડી નજીક એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. છોગાળા ગામે ધાર્મિક પ્રસંગે હવન-પૂજન કરાવવા માટે એક્ટિવા પર જઈ રહેલા બે ભૂદેવને દૂધના બેફામ ટેન્કરે જોરદાર ટક્કર મારતાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.













