જામનગરઃ ફરીયાદીએ સાપર સબ ડિવિઝન, પીજીવીસીએલની કચેરી, ખાતે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા વીજ કનેકશનની અરજી કરી હતી, જે વીજ કનેકશનની અરજી અન્વયે ઘણા સમયથી કાર્યવાહી કરવામાં આવતી ન હતી. નવુ ટીસી ફીટ કરી નવું મીટર લગાવી આપવાના અવેજ પેટે રૂષી દિનેશચંદ્ર પરમાર, ઉ.વ.42, નાયબ ઇજનેર, સાપર સબ ડિવિઝને રૂ 1,00,000 માંગ્યા હતા.
જામનગરમાં ACB ટ્રેપઃ PGVCL ના આ સરકારી બાબુ 80 હજાર રૂપિયાની લાંચ લેતા આવી રીતે પકડાયા

રકજકના અંતે રૂ 80,000 ની લાંચ આપવાનું નક્કી થયું હતું. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી. ફરિયાદને આધારે નાગાર્જુન પેટ્રોલ પંપ સામે, મોટી ખાવડી, જામનગર-ખંભાળીયા હાઇવે રોડ, તા.જી.જામનગર હાઇવે પર ગોઠવેલા લાંચના છટકામાં રૂષી દિનેશચંદ્ર પરમાર વતી આરોપી મનોજભાઇ ડુંગારામ પ્રજાપતિ, ઉ.વ.43. આસિસ્ટન્ટ લાઇન મેઇન, સાપર સબ ડિવિઝને રૂબરૂ આવી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ. 80 હજાર સ્વીકારી હતી અને રૂષી પરમાર કચેરી ખાતેથી મળી આવ્યાં હતા. બંન્ને આરોપીને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી એસીબીએ શરૂ કરી છે.
ટ્રેપીંગ અધિકારી : એ.આર.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન જામનગર તથા જામનગર એ.સી.બી
સ્ટાફ સુપરવિઝન અધિકારી: જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
ઇન્ચાર્જ અધિકારી : બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ.
આ પણ વાંચો
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

ACB Trap:સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો


ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

ACB Trap: સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ









