આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ગીતાબેન કમજીભાઈ દોઠા (ઉ.વ. 51) અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા (ઉ.વ. 47) સામે ACBએ કાર્યવાહી કરી
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી

આણંદ: એસીબીએ મોટી ટ્રેપ કરીને બે મહિલા પોલીસકર્મીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી 1 લાખ 10 હજાર રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ દ્વારા કરવામાં આવેલી અરજી સંદર્ભે તપાસ ચાલી રહી હતી. આ અરજીમાં ફરિયાદી તથા તેમના પરિવારને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા બદલ આરોપી મહિલા ASIએ રૂ.1.10 લાખની લાંચની માંગણી કરી હતી.
આ અરજીની તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવતી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં સંપર્ક કર્યો હતો ACBએ આણંદ રેલવે સ્ટેશન નજીક રેલવે ગોદી વિસ્તારમાં ટ્રેપ કરી હતી. જેમાં મહિલા ASIએ ફરિયાદી પાસેથી રૂ.1.10 લાખની લાંચ સ્વીકારી હતી. અને ACB ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ACB Trap:સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા


ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ACB Trap: સુરત ગ્રામ્ય ટ્રાફિક શાખાના ASI વતી રૂ. 9000ની લાંચ લેતો વચેટિયો ACBના સકંજામાં: બંને સામે ગુનો દાખલ









