- 8 દર્દીઓ હજુ સારવાર હેઠળ
- ભાવનગરમાં જૂની પોલીસ લાઈનની સામે આવેલા ગ્રાઉન્ડમાંથી રોયલ સ્ટેગ બ્રાન્ડની બે ખાલી બોટલો મળી
ભાવનગર: નકલી ઈંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. 22 ઓગસ્ટે સારવાર હેઠળ રહેલા વધુ 3 દર્દીઓએ દમ તોડતાં આ ગોઝારી ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. હાલ 8 જેટલા દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.













