- લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
- LCB ના PI ને સસ્પેન્ડ કરાયા
- ગઈકાલે પણ પાંચ પોલીસકર્મીને કરાયા હતા સસ્પેન્ડ
ભાવનગરઃ લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 11 લોકોના મોત થયા છે, જ્યારે 46 લોકોને અસર થતાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ કેસમાં ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગેરકાયદેસર કેમિકલ અને દારૂના વેચાણ તેમજ સુરક્ષામાં ગંભીર ચૂક બદલ જવાબદારો સામે પગલાં લેવાઈ રહ્યાં છે. ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આકરા નિર્ણયના ભાગરૂપે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.













