- ચોટીલાના નાની મોલડી પાસે SMCએ કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો
- હોટલના કમ્પાઉન્ડમાં ચાલતું હતું ગેરકાયદેસર નેટવર્ક
સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના નાની મોલડી નજીક કેમિકલ ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કુલ રી. 45.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સપાટા બાદ સ્થાનિક પોલીસ તંત્રમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યાં છે, જેમાં ચોટીલાના PI અને PSI સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતાં ફફડાટ વ્યાપી ગયો હતો.













