ભૂજઃ શહેરમાં નશાના કારોબાર સામે પશ્ચિમ કચ્છ SOG દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં વધુ બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.
ભૂજની વી.ડી. હાઈસ્કૂલ સામે આવેલા ઈન્દિરા પાર્કમાંથી SOG પશ્ચિમ કચ્છ-ભૂજની ટીમે બે શખ્સોને 45.5 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતા. પોલીસે બંને પાસેથી ગાંજો ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ.27,515 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન મોહમદશિફાન થેબા અને ક્રિષ્ના ઠાકુર નામના બે આરોપીઓ ઝડપાયા હતા.બંને આરોપીઓ ભૂજના કેમ્પ એરિયા સ્થિત જેષ્ઠાનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ કચ્છ SOG દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN WEST KUTCH CAMPAIGN” અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

















