સુરતઃ સોશિયલ મીડિયામાં પોતાનો રોફ જમાવવાના ચક્કરમાં ભેસ્તાનના એક યુવકને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એરગન સાથે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર દબદબો બતાવવાનો પ્રયાસ કરનાર યુવક સામે પોલીસે કાર્યવાહી કરી છે. યુવકની રીલ વાયરલ થતાં જ ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની ઓળખ કરીને તેને એરગન સાથે ઝડપી પાડ્યો હતો.સોશિયલ મીડિયામાં વટ પાડવાની ઘેલછામાં યુવક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ભેસ્તાન પોલીસે યુવકને કાયદાનું ભાન કરાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયામાં રોફ જમાવવાના નામે કાયદો હાથમાં લેવાની ભૂલ ભારે પડી શકે છે.
હાલમાં પોલીસે યુવકની ધરપકડ કરીને એરગન જપ્ત કરી છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

















