સ્થાનિકો સાથે સીધો સંવાદ: અધિકારીઓ સ્થાનિક રહેવાસીઓના ઘરે રાત્રિ રોકાણ કરશે અને ગ્રામજનો તેમજ ત્યાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની સમસ્યાઓ સીધી સાંભળશે.
સુરક્ષા અને પેટ્રોલિંગની ચકાસણી: સુરક્ષા માળખા, વિવિધ એજન્સીઓની તૈયારીઓ અને પેટ્રોલિંગ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવશે.
રાત્રિ સમીક્ષા બેઠકો: આ બે દિવસ દરમિયાન રાત્રિ સમીક્ષા બેઠકો યોજીને ભવિષ્યની સુરક્ષા અને વિકાસની યોજનાઓને આકાર આપવામાં આવશે.
વિઝન અને નેતૃત્વ
આ વિશેષ પહેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફોર-ટિયર સિક્યોરિટી ગ્રીડના વિઝનને આગળ ધપાવવા અને તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોના નિર્દેશોનો અમલ કરવાના હેતુથી હાથ ધરવામાં આવી રહી છે, જેથી સરહદ સુરક્ષાને સંપૂર્ણપણે અભેદ્ય બનાવી શકાય.
આ ઉપરાંત આ કવાયત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક ટેકનોલોજી-આધારિત ફેન્સિંગ દ્વારા વ્યાપક પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે સુસંગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખ હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદોની સુરક્ષા મજબૂત કરવાની સાથે દુર્ગમ સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને સહયોગ પૂરો પાડવાનો છે.
દુર્ગમ વિસ્તારોમાં સુરક્ષા અને વિકાસ પર ભાર
બે દિવસના આ પ્રવાસ દરમિયાન વરિષ્ઠ IPS અધિકારીઓ સરહદી ગામોના સમુદાયો અને સુરક્ષા દળો સાથે સીધો સંવાદ કરશે. જમીની વાસ્તવિકતા જાણીને સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવા તેમજ સરહદી વિસ્તારોના વિકાસ માટે નક્કર આયોજન ઘડવામાં આ મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થશે.