દોહા: ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં 15 વર્ષીય વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીએ ઐતિહાસિક ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મંગળવારે (24 નવેમ્બર) દોહાના યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે UAE સામે રમાયેલી મેચમાં વૈભવે માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારીને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરીનો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે.
52 બોલમાં 200 રન, 53 બોલમાં 204 રનની તોફાની ઇનિંગ
'બેબી બોસ' તરીકે ઓળખાતા વૈભવ સૂર્યવંશીએ UAE ના બોલરો સામે આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.તેણે માત્ર 53 બોલમાં 204 રન ફટકાર્યા હતા. તેની આ ઐતિહાસિક ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
વૈભવની આ તોફાની બેટિંગે મેદાનમાં હાજર દર્શકોને પણ સ્તબ્ધ કરી દીધા હતા.ખાસ વાત એ છે કે પ્રોફેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં 28 છગ્ગા ફટકારવાની સિદ્ધિ સાથે તેણે નવો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.જો કે,UAEના કેપ્ટન બાસિલ હમીદે અંતે વૈભવને આઉટ કરીને તેની વિસ્ફોટક ઇનિંગનો અંત લાવ્યો હતો.

















