- સામાન્ય તકરાર બાદ મામલો બિચક્યો
- વાહનોની તોડફોડ કરી પરિવારને ધમકી અપાઇ હોવાના આરોપ
- પોલીસે CCTV ફૂટેજ કબ્જે કરીને શરૂ કરી કાર્યવાહી
માતર: ખેડા જિલ્લાના માતરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી નવી ઘટના સામે આવી છે. શહેરના જૂના સર્કિટ હાઉસ વિસ્તાર નજીક આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીના નિવાસસ્થાને કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. કોઇ મામલે સામાન્ય તકરાર બાદ મામલો ઉગ્ર બનતાં આ હિંસક ઘટના ઘટી હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.













