વોશિંગ્ટનઃ 2026 મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યા બાદ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્રમ્પને લઇને મોટો કટાક્ષ કર્યો છે. રિપબ્લિકન ઉમેદવારોને જ સમર્થન આપવા માટે કરોડો ડોલર ખર્ચનાર મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ચૂંટણીમાં દખલ કરનારા સ્પેસ લેસર કામ કરવામાં નિષ્ફળ રહ્યાં.  

ટેક્સાસ જેવા પરંપરાગત રિપબ્લિકનના ગઢમાં ડેમોક્રેટ ઉમેદવારની જીતે રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે. આ પરિણામો બાદ એલન મસ્કે X પર પોતાના અંદાજમાં લખ્યું કે, ચૂંટણીમાં દખલ કરનારા સ્પેસ લેસર ઇચ્છિત પરિણામ આપવામાં નિષ્ફળ રહ્યાં. બીજી પોસ્ટમાં લખ્યું કે, હવે અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવવાનો વિચાર વધુ આકર્ષક લાગી રહ્યો છે. મસ્કની આ પોસ્ટને ચૂંટણી પરિણામો સાથે જોડીને જોવામાં આવી રહી છે. તેમને એક રીતે પોતાના વિરોધી ટ્રમ્પની ઝાટકણી કાઢી છે, તેમના કામોની ટીકા કરી છે.

ટેક્સાસમાં ડેમોક્રેટ ઉમેદવાર જેમ્સ ટેલારિકોની જીતને પણ મહત્વની ગણાય છે. જીત બાદ ઓસ્ટિનમાં આપેલા ભાષણમાં તેમણે એલન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને પર નિશાન સાધ્યું હતું. ટેલારિકોએ કહ્યું કે, તેમની સામે 30 કરોડ ડોલરથી વધુના ખર્ચવાળી ચૂંટણી ઝુંબેશ, નકારાત્મક જાહેરાતો, બદનામીના અભિયાનો, વિદેશી બોટ્સ અને AI ડીપફેક જેવી અનેક બાબતો હતી. તેમ છતાં તેમણે જીત મેળવી છે. તેમણે સોશિયલ મીડિયા અલ્ગોરિધમ પર નિયંત્રણ ધરાવતા અબજોપતિઓની ટીકા કરી હતી. આ ટિપ્પણીને મસ્ક પરના સીધા પ્રહાર તરીકે જોવામાં આવી રહી છે.

રિપબ્લિકન ઉમેદવારો પાછળ મસ્કે ખર્ચ્યા હતા 250 મિલિયન ડોલર