લાહોર: ફરી એક વખત કાશ્મીર મામલે પાકિસ્તાનના એક મંત્રીએ બફાટ કરતા ભારત પર હુમલાની ધમકી આપી છે, ઈમરાન ખાનની સરકારના મંત્રી અલી અમીન ખાન ગાંદાપુરે કહ્યું છે કે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે ભયાનક યુદ્ધ થશે ત્યારે ભારતને મદદ કરનારા મુસ્લિમ દેશોને અમે ક્યારેય માફ નહીં કરીએ, કાશ્મીર મામલે તેમને ભારતની સામે લડી લેવાની તૈયારી બતાવી છે, કહ્યું કે અમે કાશ્મીરનો મુદ્દો છોડીશું નહીં અને ભારતને જડબાતોડ જવાબ આપીશું.  

પાકિસ્તાન સરકારે કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનનું એક મંત્રાલય બનાવ્યું છે અને આ મંત્રાલયના મંત્રી તરીકે અલી અમીનની નિમણુંક કરી છે, લાહોરની એક જનસભામાં તેમને ભારતની સામે ઝેર ઓક્યું છે, કહ્યું કે કોઇ દેશ અત્યારે પાકિસ્તાનને સાથ નથી આપતો, જેથી હું તેમને ચેતવુ છું, જરૂર પડશે ત્યારે પાકિસ્તાન દુશ્મનોનો ખાત્મો બોલાવી દેશે.