અમેરિકા: અગ્રણી ટેક કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગને લઈને નવા વિવાદાસ્પદ અહેવાલો સામે આવ્યાં છે. હુઆંગના એક મહિલા કર્મચારી સાથેના અંગત સંબંધોની ચર્ચા વચ્ચે હવે તેમના સંબંધો અંગે અમેરિકન કોંગ્રેસમાં સવાલો ઉઠી શકે છે.કોંગ્રેસ તેમની એક એવી મહિલા સાથેની નિકટતા અંગે પૂછપરછ કરવાની તૈયારીમાં છે, જેના ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધ છે.   

અહેવાલોમાં હુઆંગના લગ્નેતર સંબંધો અંગે અગાઉ પણ બે મહિલાઓનાં નામ સામે આવ્યાં હતાં. તાજેતરના અહેવાલો બાદ આ યાદીમાં ત્રીજા કિસ્સાની ચર્ચા શરૂ થઈ છે.

અગાઉ પણ બે મહિલાઓ સાથેના સંબંધોની ચર્ચા

અહેવાલોમાં પ્રથમ મહિલા તરીકે એલિસ હુઆંગનું નામ સામે આવ્યું છે.તેઓ ચીની ઉદ્યોગસાહસિક હોવાનું અને સિંગાપોર સ્થિત ક્લાઉડ કંપની 'મેગાસ્પીડ' (Megaspeed)માં ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યાં હોવાનું જણાવાયું છે.