Rahul Gandhi News: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીનો દાવો છે કે વડાપ્રધાન મોદી તેમનો ફોન ટેપ કરાવી રહ્યાં છે. તેમણે એવો પણ દાવો કર્યો કે મોદી સરકાર વિરુદ્ધના તમામ પુરાવા તેમના ફોનમાં છે. રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. 

શું છે સમગ્ર મામલો ?

રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરમાં સીધી ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો વડાપ્રધાન મોદી તેમની સાથે પાંચ મિનિટ પણ સામ સામે બેસીને ચર્ચા કરે, તો તેઓ તેમના તમામ સવાલોના જવાબ આપી શકશે અને વડાપ્રધાન માટે રાજકીય રીતે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ નિવેદન બાદ હવે રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર યોજાયેલા 'Ask Me Anything' સેશનમાં વધુ એક મોટો દાવો કર્યો છે.