બનાસકાંઠાઃ નવા વર્ષની ઉજવણીને હજુ સમય છે, પરંતુ બુટલેગરોએ અત્યારથી જ દારૂની હેરાફેરીનું આયોજન શરૂ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે.ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના એક મોટા પ્રયાસનો વાવ-થરાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. 

રાજસ્થાન તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટ્રેલરમાં ભૂસાના કટ્ટાની આડમાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 60,444 બોટલો મળી આવી છે, જેની અંદાજિત કિંમત ₹2.98 કરોડ છે. પોલીસે દારુ અને ટ્રેલર સહિત કુલ ₹3. 28 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભૂસાના કટ્ટા હટાવતાં સામે આવ્યો દારૂનો જથ્થો

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતુ, ત્યારે આ દારુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.