Kaziranga Road Accident: અસમના કાઝીરંગામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 23 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત ?
મળતી માહિતી અનુસાર, અસમના કાઝીરંગા વિસ્તારમાં શુક્રવારે ટ્રક અને મિની બસ એટલે કે ટેમ્પો ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.બંને વાહનો વચ્ચે થયેલી આ ભીષણ અથડામણમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માતમાં અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે.
ઘટના સ્થળે મચી અફરાતફરી, બચાવ કામગીરી શરૂ














