નવી દિલ્હીઃ નાનો વ્યવસાય શરૂ કરવાનું સપનું જોતા યુવાનો અને પોતાના ધંધાનો વિસ્તાર કરવા માંગતા વેપારીઓ માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળની ક્રેડિટ ગેરંટી ફોર માઇક્રો યુનિટ્સ સંબંધિત વ્યવસ્થાને હવે 31 માર્ચ, 2031 સુધી લંબાવી છે. આ નિર્ણયથી નાના ઉદ્યોગો અને સ્વરોજગાર સાથે જોડાયેલા લોકોને આગામી વર્ષોમાં ધિરાણ મેળવવામાં મદદ મળી શકે છે.
આગામી પાંચ વર્ષ દરમિયાન આ યોજના હેઠળ આશરે ₹12.6 લાખ કરોડની લોન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, યોજના હેઠળ પાત્ર ઉદ્યોગસાહસિકો હવે ₹20 લાખ સુધીની લોન મેળવી શકે છે. જોકે, લોન મંજૂર કરવાનો અંતિમ નિર્ણય સંબંધિત બેંક કે નાણાકીય સંસ્થાની શરતો અને અરજદારની પાત્રતા પર આધારિત રહેશે.
મુદ્રા લોનની ચાર શ્રેણીઓ,₹50 હજારથી ₹20 લાખ સુધીનું ધિરાણ
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ વ્યવસાયની જરૂરિયાત અને વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને લોનને ચાર શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે.














