વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં નોકરી કરતા હજારો ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. અમેરિકી સરકાર H-1B સહિત પાંચ પ્રકારના વર્ક વિઝાના એક્સટેન્શન અને રિન્યૂઅલની પ્રક્રિયા વધુ કડક બનાવવાની તૈયારીમાં છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS)દ્વારા આ અંગે નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળશે તો વિઝા એક્સટેન્શન માટે અરજી કરનારા કર્મચારીઓ અને તેમના નોકરી આપનારાઓને અગાઉ કરતાં વધુ દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવા પડી શકે છે.
આ પ્રસ્તાવની સૌથી મહત્ત્વની બાબત એ છે કે હવે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના અધિકારીઓ માટે અગાઉ આપવામાં આવેલી વિઝા મંજૂરીને નવી અરજીની તપાસ વખતે પ્રાથમિકતા આપવી ફરજિયાત રહેશે નહીં. એટલે કે, અગાઉ એ જ કંપનીમાં એ જ પદ પર કામ કરવા માટે વિઝા મંજૂર થયા હોય તો પણ એક્સટેન્શન વખતે સમગ્ર કેસની નવેસરથી તપાસ કરાશે.
H-1B સહિત આ 5 પ્રકારના વિઝા પર પડશે અસર
DHSના પ્રસ્તાવિત ફેરફાર હેઠળ 5 પ્રકારના વિઝાનો સમાવેશ કરવામાં આવ્યો છે.














