પ્રાંતિજઃ ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોને ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એક સફળ ટ્રેપ ગોઠવીને પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ACB ટ્રેપઃ પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રૂ. 45,000ની લાંચ લેતા ઝડપાયા

આ કેસના જાગૃત ફરિયાદીએ ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં બે વોટર એ.ટી.એમ. મશીન લગાડેલા હતા. આ કામનું બિલ મંજૂર કરાવવા માટે પ્રાંતિજ નગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ ચાવડાએ ટકાવારી (કમિશન) પ્રમાણે રૂ. 45,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં કર્મયોગી ભવનની સામે જાહેર રસ્તા પર ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. 45,000 સ્વીકાર્યા હતા, તે જ સમયે એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ પકડી પાડી પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી હતી.
ટ્રેપીંગ અધિકારી: ડી.એ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેકટર ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટેશન
સુપરવિઝન અધિકારી: વી.બી.પટેલ ,ઈન્ચા. મદદનીશ નિયામક, એ.સી.બી,ગાંધીનગર એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
આ પણ વાંચો
ભાવનગરમાં ACBનો સપાટો:પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશનઃ ટ્રોલી બેગમાં અંદાજે 72 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ સાથે મુસાફર ઝડપાયો


ભાવનગરમાં ACBનો સપાટો: પ્લાનિંગ આસિસ્ટન્ટ રૂ. 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો









