સોમનાથઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યાં છે, તે અગાઉ તેમને હમીરજી સર્કલ સુધી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
સોમનાથ મંદિર શા માટે ખાસ છે ?
મોદીએ પવિત્ર સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો, જે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ભારતની અતૂટ શ્રદ્ધા અને સભ્યતા વારસાનું પ્રતિક છે. નવા મંદિરના ઉદ્ઘઘાટનની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે સોમનાથમાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
મોદી સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વને યાદ કરીને એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.વડોદરામાં સરદારધામ છાત્રાલયમાં 1,000 છોકરાઓ અને 1,000 છોકરીઓ માટે રહેવાની સુવિધા હશે, સાથે જ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

















