શિક્ષણના ધામના નશાખોર આચાર્ય, પોલીસે કરી કાર્યવાહી
ખેડાઃ કઠલાલ તાલુકાના કાણીયલ ગામમાં જિલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન કાણીયલ પ્રાથમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય ભગવતસિંહ ઝાલા નશાની હાલતમાં હોવાનું સામે આવતા તેને તાત્કાલિક કઠલાલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.













