- આર્થિક સંકડામણથી કંટાળીને પિતાએ માસૂમ દીકરીનું મોં દબાવી શ્વાસ રુંધી નાખ્યો
- એક જ ઘરમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળતાં અરેરાટી
- માતાએ પતિ વિરુદ્ધ નોંધાવી હત્યાની ફરિયાદ
સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનમાં આર્થિક સંકડામણથી ત્રસ્ત પિતાએ પોતાની જ માસૂમ પુત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, તેનો મૃતદેહ ફ્રિજમાં છુપાવી પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. એક જ ઘરમાંથી પિતા અને પુત્રી બંનેના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.













