નવી દિલ્હીઃ સીમાંકન બિલની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે અને સરકારે બે તૃતીયાંશ સમર્થનની વ્યવસ્થા પણ કરી લીધી છે. મોદી કેબિનેટની લીલી ઝંડી મળ્યાં બાદ સુધારેલા સીમાંકન બિલને લોકસભામાં રજૂ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. બિલની નકલો સંસદના સભ્યોને વહેંચી દેવામાં આવી છે અને તેમને બિલ વાંચવા માટે કહેવામાં આવ્યું છે. સાંસદોને કહેવામાં આવ્યું છે કે જો બિલને લઈને કોઈ પ્રશ્ન કે વાંધો હોય, તો તેઓ તે તૈયાર કરી લે. સંસદમાં ચર્ચા દરમિયાન સરકાર દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે.
30 નવેમ્બરે લોકસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં આ બિલ રજૂ કરવામાં આવશે. નવા બિલમાં તમામ રાજ્યોની લોકસભા બેઠકોમાં 50 ટકા બેઠકો વધારવાની જોગવાઈ છે. સાથે જ અપર લિમિટ પણ નક્કી કરી દેવામાં આવી છે, એટલે કે કુલ બેઠકો 850 જ રહેશે. આગામી 25 વર્ષ સુધી બેઠકોની સંખ્યાને ફ્રીઝ કરી દેવામાં આવશે. આ જ રીતે વિધાનસભાઓમાં પણ 50 ટકા બેઠકો વધશે, જ્યાં 650 થી વધુ બેઠકો હોઈ શકે નહીં. 50 ટકાના રેશિયોમાં દરેક રાજ્યની બેઠકો વધશે, એટલે કે કોઈને નુકસાન થશે નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું, આનો હેતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમારને ખુલ્લી છૂટ આપવાનો છે, જેથી તેઓ ભારતના ચૂંટણી ક્ષેત્રોના નકશાને પોતાની મરજી મુજબ ફરીથી તૈયાર કરી શકે. જેન-ઝી યાદ રાખો- ભારતના નકશા સાથે બરાબર આવું જ થવાનું છે, જેથી આ અપરાધીઓ અને ચોર આ દેશને લૂંટતા રહે અને તમારું ભવિષ્ય બરબાદ કરી દે. સીમાંકન પંચને જુઓ, તેમાં જ્ઞાનેશ કુમાર એક સભ્ય હશે, સાથે જ સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજ હશે જેમને મોદી અને શાહે પસંદ કર્યા છે. અને અંદાજ લગાવો કે ત્રીજા સભ્યની પસંદગી કોણ કરે છે ? ખુદ જ્ઞાનેશ કુમાર જ સમિતિના ત્રીજા સભ્યની પસંદગી કરે છે, જ્યારે પહેલા સભ્યની પસંદગી મોદી અને શાહ કરે છે.
જ્ઞાનેશ કુમારે લોકતાંત્રિક વ્યવસ્થાને બરબાદ થતી જોઈ છે, અને હવે તેઓ આ દેશને બરબાદી તરફ લઇ જશે. ચૂંટણી પંચ પર કબ્જો
















