- 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
- મહિલાને દોરા-ધાગા અને વિધિના બહાને વિશ્વાસમાં લીધી હતી
- અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી
બનાસકાંઠા: ધાનેરા પોલીસ મથકે તાંત્રિક વિધિના નામે પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા અને વારંવાર દુષ્કર્મ આચરવા મામલે ચાર શખ્સો સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મુખ્ય આરોપી અખ્તરશા ફકીરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













