ટ્રેપનું સ્થળ: આરોપીની કારમાં, ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર-રાજકોટ હાઇવે રોડ, જામનગર.
સમગ્ર ઘટનાની વિગતો
જામનગર ACB દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.અમદાવાદના ઓડિટ ભવન ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયાને ₹8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યાં છે.
ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ભરવામાં આવેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ આવી જતાં સંબંધિત એસેસમેન્ટ ક્લોઝ કરવામાં આવ્યું હતું. આ ક્લોઝ થયેલા એસેસમેન્ટને ઓડિટ માટે ફરીથી રીઓપન ન કરવા બદલ આરોપીએ ફરિયાદી પાસેથી રૂબરૂમાં ₹8 લાખની લાંચની માંગણી કરી હતી.
ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ લાંચની રકમ આપવાને બદલે ACB નો સંપર્ક કરીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત 22 નવેમ્બર 2026ના રોજ ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં જામનગર-રાજકોટ હાઇવે પર આરોપીની કારમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરીને ₹8 લાખની લાંચની માંગણી કરી હતી, ત્યાર બાદ લાંચની રકમ સ્વીકારી હતી. આ સાથે જ ACBની ટીમે સફળતાપૂર્વક આરોપીને ₹8 લાખની લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ટ્રેપિંગ અધિકારી: એ.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ACB પોલીસ સ્ટેશન, જામનગર તથા જામનગર ACB સ્ટાફ.
મદદનીશ અધિકારી: આર.કે. સોલંકી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, ACB રાજકોટ એકમ, રાજકોટ તથા ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનો સ્ટાફ.