લગભગ બેઝલ-લેસ ડિસ્પ્લે: આ ડિઝાઇનથી ડિસ્પ્લેની કિનારી અને બોડી વચ્ચેનું અંતર ઘટશે, જે ફોનને લગભગ બેઝલ-લેસ (Bezel-less) અને ફ્રન્ટ તથા બેક બંને બાજુથી વધુ પ્રીમિયમ લુક આપશે.
નવી ગ્લાસ ટેકનોલોજી: રિપોર્ટ્સ અનુસાર, કંપની આ માટે iPhone Air જેવી ગ્લાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ નવા મોડલમાં ગ્લાસનું કર્વેચર વધુ આકર્ષક હોઈ શકે છે.
2. કેમેરા સેટઅપમાં મોટું અપગ્રેડ: નવું સેન્સર અને 17nm ISP
ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના શોખીનો માટે iPhone 20 Pro માં હાર્ડવેર અને પ્રોસેસિંગ બંને સ્તરે મોટા ફેરફાર જોવા મળી શકે છે:
નવું મેઈન કેમેરા સેન્સર: લીક્સ મુજબ, Apple એક તદ્દન નવા મેઈન કેમેરા સેન્સર પર કામ કરી રહ્યું છે. જોકે, તેના રિઝોલ્યુશન કે મેગાપિક્સલ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
17nm પ્રોસેસ ટેકનોલોજી: એક ટિપસ્ટરના દાવા અનુસાર, નવા કેમેરા સેન્સર સાથે નવું Image Signal Processor (ISP) આપવામાં આવશે, જેમાં 17nm પ્રોસેસ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. આનાથી ઇમેજ પ્રોસેસિંગની ઝડપ અને પાવર એફિશિયન્સીમાં નોંધપાત્ર સુધારો થશે, જે ઓછા પ્રકાશમાં અને વીડિયો રેકોર્ડિંગમાં બહેતર પરિણામ આપશે.
3. Dynamic Island થશે નાનું કે મળશે પંચ-હોલ ડિસ્પ્લે ?
ફોનના ફ્રન્ટ ડિસ્પ્લે કટઆઉટને લઈને પણ અલગ-અલગ અટકળો ચાલી રહી છે:
કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે Apple આ એનિવર્સરી iPhone માં Dynamic Island ની સાઇઝ ઘટાડી શકે છે, જેથી યુઝર્સને વધુ સ્ક્રીન સ્પેસ મળે.
બીજી તરફ, કેટલાક લીક્સમાં પંચ-હોલ કેમેરાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે તાજેતરમાં સામે આવેલા ગ્લાસ સેમ્પલમાં Dynamic Island જેવો કટઆઉટ જોવા મળ્યો છે. સંપૂર્ણ અંડર-ડિસ્પ્લે કેમેરા અને Face ID ટેકનોલોજી અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.
4. ક્યારે લોન્ચ થઈ શકે છે iPhone 20 Pro ?
Apple એ વર્ષ 2007 માં પોતાનો પ્રથમ iPhone રજૂ કર્યો હતો, જે મુજબ 2027 માં iPhone ના 20 વર્ષ પૂર્ણ થશે. આ ઐતિહાસિક વર્ષગાંઠને ખાસ બનાવવા માટે કંપની 2027 માં આ મોટા ડિઝાઇન ફેરફારો સાથે નવો iPhone લોન્ચ કરે તેવી પૂરી શક્યતા છે. જોકે, Apple સીધું 'iPhone 19' ને સ્કિપ કરીને 'iPhone 20' નામ રાખશે કે કેમ, તેની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.