દુનિયાભરના ગેમર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે ગ્રાન્ડ થેફ્ટ ઓટો-6 (GTA 6)એ લોન્ચ થતાં જ ગેમિંગ માર્કેટમાં ધમાકો મચાવી દીધો છે. રોકસ્ટાર ગેમ્સની આ નવી ગેમે શરૂઆતના માત્ર ચાર દિવસમાં અંદાજે 4 અબજ ડોલરથી વધુની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. અંદાજે ₹38,000 કરોડથી પણની કમાણી કરી છે. ગેમના વેચાણમાં પ્લેસ્ટેશન-5 (PS5)નો સૌથી મોટો હિસ્સો રહ્યો છે.
ચાર દિવસમાં વેચાઈ 4.49 કરોડ કોપી
એલિનેઆ એનાલિટિક્સના બજાર વિશ્લેષક રાઇસ ઇલિયટના અહેવાલ પ્રમાણે, 19 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન GTA 6ની દુનિયાભરમાં અંદાજે 44.9 મિલિયન એટલે કે 4.49 કરોડ કોપી વેચાઈ છે.આ વેચાણમાંથી 4 અબજ ડોલરથી વધુની આવક થઈ હોવાનો અંદાજ છે.
રિપોર્ટ પ્રમાણે, લોન્ચ બાદના દિવસોમાં 1.2 કરોડ વધારાની કોપીનું વેચાણ થયું હતું. આ આંકડાઓએ GTA 6ને ગેમિંગ ઉદ્યોગની સૌથી મોટી સફળતાઓમાં સ્થાન અપાવ્યું છે.


















