વોંશિગ્ટનઃ અમેરિકન નાણાંકીય સંસ્થા જેપી મોર્ગન ચેઝ (JPMorgan Chase) માટે કામ કરતા થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સ પર સાયબર હુમલો થયો છે, જેના કારણે લગભગ 16,000 ગ્રાહકોનો ડેટા લીક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા અહેવાલો મુજબ, આ ડેટા ચોરીમાં ગ્રાહકોના નામ, ઈ-મેલ, સરનામા, ફોન નંબર અને એકાઉન્ટ આઈડી જેવી સંવેદનશીલ વિગતો પ્રભાવિત થઈ શકે છે. નોન-પ્રોફિટ (Non-Profit) નામના રેન્સમવેર ગ્રુપે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
થર્ડ-પાર્ટી વેન્ડર્સ દ્વારા ડેટા સેંધમારી અને નોન-પ્રોફિટ ગ્રુપનો દાવો
અહેવાલો અનુસાર, જેપી મોર્ગન ચેઝના થર્ડ- પાર્ટી બિઝનેસ પાર્ટનર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સને નિશાન બનાવીને આ સાયબર હુમલો કરાયો છે.
ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, નોન-પ્રોફિટ રેન્સમવેર ગ્રુપે જેપી મોર્ગન ચેઝ તેમજ માસ્ટરકાર્ડ અને વિઝાના ગ્રાહકોનો ડેટા લીક કરવાનો દાવો કર્યો છે.

















