નવી દિલ્હીઃ  જો તમે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ 6 એપ્સનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો. ગૂગલે પ્લે સ્ટોરમાંથી 6 એવી ખતરનાક વાયરસવાળી એપ્સને હટાવી દીધી છે, જેમાં મેલવેયર વાયરસ હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ એપ્સને અત્યાર સુધી 2 લાખથી વધુ વખત ડાઉનલોડ્સ કરવામાં આવી ચૂકી હતી.

સાઈબર સિક્યોરિટી રિસર્ચર્સે ગૂગલ પ્લે સ્ટોર પર એવી 6 ખતરનાક એપ્સ શોધી કાઢી છે, જેમાં જોકર મેલવેયર હતા. સાઈબર સિક્યોરિટી ફર્મ પ્રાડિયોની રિપોર્ટ  અનુસાર, આ છ એપ્સમાં  Convenient Scanner 2, Safety AppLock, Push Message-Texting & SMS, Emoji Wallpaper, Separate Doc Scanner અને ફિંગરટિપ ગેમબોક્સ સામેલ છે.

કનવીનિયન્ટ સ્કેનર 2 અને સેપરેટ ડૉક સ્કેનર ડોક્યૂમેન્ટને સ્કેન કરવાનું કામ કરે છે, જ્યારે Safety AppLock કોઈ એપને પેટર્ન અથવા પાસવર્ડથી લોક કરવાનું કામ કરે છે. ઈમોજી વોલપેપરનો ઉપયોગ ફોનના બેકગ્રાઉન્ડને બદલવામાં કરવામાં આવે છે. આ તમામ એપ્સમા ખતરનાક વાયરસ હોવાનું રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.  

રિપોર્ટ અનુસાર, આ ખતરનાક એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જો કે, જે સ્માર્ટફોન્સમાં એ એપ્સ છે તેને તરત ડિલીટ કરી દેવી જોઈએ. વાસ્તવમાં આ મેલવેયર ડિવાઈસમાં આવ્યાં બાદ યૂઝર્સને પ્રીમિયમ સર્વિસ માટે જાણકારી વગર જ સબ્સક્રાઈબ કરી દે છે. તમને જણાવી દઈએ કે, 2017થી ગૂગલે પ્લે સ્ટોર પરથી  આવી 1700થી વધુ એપ્સ હટાવી દીધી છે, જે જોકર મેલવેયરથી સંક્રમિત હતી.