બનાસકાંઠા: પાલનપુરમાં એક પતિએ પોતાની પત્નીને 50 હજાર રૂપિયામાં બીજા પુરુષને વેચી દીધી અને પછી ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયો હતો. આ મામલાની તપાસ કરતી વખતે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પતિને પત્ની પસંદ ન આવતા 50 હજાર રૂપિયામાં બીજા પુરુષને વેચી દીધી, મિત્રોએ તેના પર બળાત્કાર ગુજાર્યો

શું છે આખો મામલો ?
આરોપી નિકેશ પટેલને તેની પત્ની પસંદ ન હતી, તેથી તેણે તેને બીજા પુરુષને વેચી દીધી હતી. ત્યાર બાદ તેણે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર પોલીસે આ મામલાની તપાસ કરી અને યુવતીને કસ્ટડીમાં લીધી હતી.
યુવતીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે તેને 50 હજાર રૂપિયામાં અન્ય પુરુષને વેચી દેવામાં આવી હતી. આરોપી નિકેશ પટેલે તેના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર સાથે યુવતીને બીજી જગ્યાએ મોકલી અને 50 હજાર રૂપિયામાં વેચી દીધી હતી.
આરોપીના મિત્રોએ યુવતીના દાગીના બળજબરીથી લઈ લીધા અને વેચી દીધા હતા. નિકેશ પટેલના મિત્રોએ તેની પત્નીને પણ રૂમમાં બંધ કરી દીધી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પાલનપુર પશ્ચિમ પોલીસે મુખ્ય આરોપી નિકેશ પટેલ સહિત 7 લોકોની ધરપકડ કરી હતી.
મુખ્ય આરોપી નિકેશ પટેલ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે નિકેશ અને અન્ય આરોપીઓની ધરપકડ કરી છે જેમણે પોતાની પત્નીને વેચવાની યોજના બનાવી હતી.
આ પણ વાંચો
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

અમરેલી ઇરિગેશન કચેરીમાં ટ્રેપઃ એસીબીએ રૂ. 51,000 ની લાંચ લેતા જુનિયર ક્લાર્ક અને પટાવાળાને ઝડપી લીધો

અમદાવાદ ન્યૂઝઃ ઔડાને જમીન હરાજીમાંથી થઈ રૂ. 900 કરોડ આવક, રિઝર્વ પ્રાઇસ કરતાં આશરે 49 ટકા વધુ કિંમત મળી