છત્તીસગઢઃ કાંકેરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી લાલ આંખ કરી છે. વેપારી પાસેથી GSTની બાકી રકમ ઘટાડવાના બદલામાં 1.5 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર મહિલા GST અધિકારી અર્ચના ગિરીના નિવાસસ્થાને ACB ની ટીમે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો ?
કાંકેરના એક વેપારીએ ACB માં ફરિયાદ નોંધાવી હતી કે GST અધિકારી અર્ચના ગિરી દ્વારા તેમના ટેક્સ એસેસમેન્ટ (આકારણી)માંથી મુક્તિ અપાવવા અને ટેક્સની રકમ ઓછી કરી આપવાના બદલામાં દોઢ લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી રહી છે.લાંચ આપવા ન માંગતા જાગૃત વેપારીએ આ અંગે તાત્કાલિક ACB નો સંપર્ક કર્યો હતો.
ACB એ છટકું ગોઠવીને ઓપરેસન પાર પાડ્યું
















